TEST SERIES

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ 2024-25નું સંપૂર્ણ સમયપત્રક જાહેર, જુઓ

Pic- rediff

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ વર્ષના અંતમાં ભારત સામે યોજાનારી પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. આ પછી બાકીની મેચો એડિલેડ, બ્રિસ્બેન, મેલબોર્ન અને સિડનીમાં રમાશે.

પર્થના નવા સ્થળ પર અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ મેચ યોજાઈ છે અને તે તમામ ઓસ્ટ્રેલિયાએ જીતી છે. ભારતે છેલ્લા પ્રવાસમાં અહીં કોઈ ટેસ્ટ રમી ન હતી, જોકે 2018-19માં બંને ટીમો આ સ્ટેડિયમમાં ટકરાયા હતા.

બીજી ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે અને 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. ભારતીય ટીમે છેલ્લે એડિલેડમાં ગુલાબી બોલથી ડે-નાઈટ ટેસ્ટ રમી હતી, જેમાં ભારતીય ટીમ માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈને મેચ હારી ગઈ હતી. જોકે, આ વખતે પ્રથમ મેચ અને ડે-નાઈટ ટેસ્ટ વચ્ચે 9 દિવસનું અંતર છે.

14 ડિસેમ્બરથી ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે, જેને ઓસ્ટ્રેલિયાનો કિલ્લો કહેવામાં આવે છે. ભારતે ગત પ્રવાસમાં અહીં જીત મેળવી હતી. 32 વર્ષ પછી કોઈ ટીમે ઓસ્ટ્રેલિયાને ગાબા મેદાન પર ટેસ્ટ મેચમાં હરાવ્યું હતું.

આ પછી, 26 ડિસેમ્બરથી, ચોથી મેચ, જે બોક્સિંગ ડે ટેસ્ટ હશે, તે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 જાન્યુઆરીથી રમાશે.

ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન સામે ત્રણ મેચની ODI અને T20 સીરીઝ રમશે જે 18 નવેમ્બરે સમાપ્ત થશે.

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ 2024-25નું પૂર્ણ શેડ્યૂલ:

22-26 નવેમ્બર: પર્થ સ્ટેડિયમ, પર્થ

6-10 ડિસેમ્બર: એડિલેડ ઓવલ, એડિલેડ (દિવસ-રાત્રિ)

14-18 ડિસેમ્બર: ગાબ્બા, બ્રિસ્બેન

26-30 ડિસેમ્બર: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્ન

Exit mobile version