TEST SERIES

ઓસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ જાહેર, સૂર્યકુમાર કરશે ધમાલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે પણ ટીમની પસંદગી કરવામાં આવી છે.

જાડેજાને ટેસ્ટ શ્રેણીમાં તક મળી છે:

ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં ઈશાન કિશન અને કેએસ ભરતને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, કારણ કે કાર અકસ્માત દરમિયાન ઋષભ પંત ઈજાગ્રસ્ત થવાને કારણે ઉપલબ્ધ રહેશે નહીં. ટીમમાં જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યારે સૂર્યકુમાર યાદવ અને જયદેવ ઉનડકટને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

ટેસ્ટ શ્રેણી માટે ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મો. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

Exit mobile version