TEST SERIES

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, ક્યારે અને ક્યાં રમાશે જાણો

Pic- cricket times

ભારતીય ટીમ આ વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. ટીમ ઈન્ડિયા વર્ષના અંતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ત્યાં જવાની છે. આ પહેલા પણ બીજી સીરિઝને લઈને મહત્વની માહિતી સામે આવી છે.

સિનિયર ટીમ પહેલા ભારતની જુનિયર ટીમ પણ ઓસ્ટ્રેલિયામાં રમવા જઈ રહી છે. ભારત A ત્યાં ચાર દિવસીય મેચ હસે અને જેમાં બે મેચ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટિ કરી છે કે આ મેચોને પ્રથમ વર્ગનો દરજ્જો આપવામાં આવશે. ઘરઆંગણે ટીમ માટે આ સારી શ્રેણી છે.

ઓસ્ટ્રેલિયાની સિનિયર ટીમ ટીમ ઈન્ડિયા સામે પાંચ મેચોની શ્રેણી રમશે. આ પહેલા ભારતીય જુનિયર ટીમ સાથેની શ્રેણી તૈયારી માટે ઉત્તમ તક પૂરી પાડશે. ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમ સામે ઘરઆંગણે બે શ્રેણી હારી ચૂકી છે. આ વખતે ઓસ્ટ્રેલિયા મજબૂત લડત આપવાનો પ્રયાસ કરશે.

ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં જુનિયર ટીમ સાથે પણ રમી શકે છે. કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન સામેની ODI અને T20 શ્રેણી પણ છોડી શકે છે. ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં આવું થવાની શક્યતા છે.

ભારત A ટીમ 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં તેની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. આ પછી આગામી મેચ મેલબોર્નમાં રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મુખ્ય ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ પણ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવવાની છે.

ભારતીય ટીમ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે સીરીઝ રમ્યા બાદ પહેલા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ આ સિરીઝ મહત્વની બની રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમ ઈન્ટ્રા-સ્કવોડ મેચ પણ રમશે. આ મેચ પ્રેક્ટિસ માટે હશે.

Exit mobile version