TEST SERIES

નાસીર હુસેને જણાવ્યું કે, ભારતની બેટિંગ લાઈન અપ સૌથી મોટી ખામી છે

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસેન દ્વારા ઇંગ્લેન્ડમાં હેડિંગ્લે ખાતે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય બેટિંગ ક્રમમાં રહેલી ખામીઓને સારી રીતે ઉજાગર કરવામાં આવી હતી.

હુસૈને ડેઇલી મેઇલ માટે એક કોલમમાં કહ્યું, “ટીમ ઇન્ડિયા પાસે બીજા ઘણા વિભાગો છે જે ચિંતાનો વિષય છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે રિષભ પંત ઇંગ્લેન્ડમાં નંબર 6 પર મોકલવો એ ઇંગ્લૈંડના વાતાવરણમાં નહીં સેટ થાય બાકી તે કદાચ ઘરના વાતાવરણમાં આવું કરી શકાય, પરંતુ અહીં નહીં.

રવિન્દ્ર જાડેજા જે સાતમા નંબરે હશે તેના માટે પણ આ જ વાત છે. પ્રથમ દિવસે પુષ્ટિ થઈ કે ભારતના બેટિંગ ક્રમમાં ખામી છે જેને ઈંગ્લેન્ડે ઉજાગર કરી છે. “મને લાગે છે કે ભારતે અહીં ખોટ રવિચંદ્રન અશ્વિનની પડી. તમે જુઓ કે પિચ કેવી છે અને જો રવિચંદ્રન અશ્વિન ટીમમાં હોત તો તે એક મજબૂત ટીમ હોત.”

નોંધનીય છે કે ત્રીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ભારતનો પ્રથમ દાવ 78 રનમાં સમેટાઈ ગઈ હતી. 

Exit mobile version