ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલા ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં 20 વર્ષીય ઈંગ્લિશ બોલર શોએબ બશીરે ભારતીય ધરતી પર ઐતિહાસિક કારનામું કર્યું છે.
ઈંગ્લેન્ડનો યુવા સ્પિનર બશીર 21 વર્ષની ઉંમર પહેલા ટેસ્ટ ક્રિકેટમાં બે વખત પાંચ વિકેટ લેનાર પ્રથમ ઈંગ્લિશ ક્રિકેટર બની ગયો છે. 20 વર્ષીય શોએબ બશીરે 2 ફેબ્રુઆરીએ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
બશીરે આ સિદ્ધિ ભારત સામેની પાંચમી ટેસ્ટમાં ધર્મશાલા ટેસ્ટમાં મેળવી હતી. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બશીરે જસપ્રિત બુમરાહની વિકેટ લઈને અને કારકિર્દીમાં બીજી વખત 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. અગાઉ બીજા દિવસે, 20 વર્ષીય સ્પિનરે યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલની વિકેટ લીધી હતી.
YES, BASH! 🙌
What an impression he is making here 👏
Match Centre: https://t.co/jRuoOIp988#INDvENG | #EnglandCricket pic.twitter.com/wytLIcZa68
— England Cricket (@englandcricket) March 9, 2024