લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતના હાથે ઇંગ્લેન્ડની હાર સાથે કેપ્ટન જો રૂટના નામે એક અનિચ્છનીય વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. રૂટ હારી ગયેલી ટેસ્ટ મેચમાં સૌથી મોટી અણનમ ઇનિંગ્સ રમનાર કેપ્ટન બન્યો છે. રૂટે પ્રથમ દાવમાં 321 બોલનો સામનો કરીને 18 ચોગ્ગાની મદદથી અણનમ 180 રનની ઈનિંગ રમી હતી.
અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન બિલી મર્ડોકના નામે હતો. જેમણે વર્ષ 1880માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં અણનમ 153 રન બનાવ્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે રૂટ શાનદાર ફોર્મમાં છે અને 2021માં 1000થી વધુ ટેસ્ટ રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે.
રૂટની અણનમ ઇનિંગ્સથી ઇંગ્લેન્ડને લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 27 રનની લીડ મળી હતી. જોકે, રુટે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરી ન હતી અને માત્ર 33 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો.
ભારતે આપેલા 272 રનના લક્ષ્યાંકના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમે લોર્ડ્સમાં ટેસ્ટ મેચ જીતી છે.
Highest unbeaten score by a captain in losing cause (Tests):-
180* – JOE ROOT🏴 v IND at Lord’s, 2021
153* – Billy Murdoch🇦🇺 v ENG at The Oval, 1880
152* – Allan Border🇦🇺 v NZ at Brisbane, 1985
151* – Sean Williams🇿🇼 v AFG at Abu Dhabi, 2021#ENGvIND— Kausthub Gudipati (@kaustats) August 16, 2021

