આ મેચમાં ઓસ્ટ્રેલિયાયાની ક્લેર પોલોસાક ચોથી અથવા રિઝર્વ અમ્પાયરની ભૂમિકા ભજવે છે..
આજથી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સિડનીમાં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચ ઇતિહાસનાં પાનામાં નોંધાઈ ગઈ છે. ટેસ્ટ મેચ ક્રિકેટના 144 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા અમ્પાયરની ભૂમિકા ભજવવી.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાયાની ક્લેર પોલોસાક ચોથી અથવા રિઝર્વ અમ્પાયરની ભૂમિકા ભજવે છે. તે અગાઉ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચમાં અમ્પાયર કરનારી પ્રથમ મહિલા પણ બની હતી. પોલોસાકે અગાઉ વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન 2 નામીનીબિયા અને ઓમાન વચ્ચેની ફાઈનલ મેચમાં કામગીરી બજાવી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાયા દ્વારા તેમની ઉપલબ્ધિ બદલ ક્લેર પોલોસાકને અભિનંદન આપવામાં આવ્યા છે.

