વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની હાલત ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ નબળી જોવા મળી રહી છે કારણ કે બીજા દિવસના અંત સુધીમાં ભારતે માત્ર 151 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી છે. ત્યારે જો ભારતને ખરેખર આ મેચ પર કબજો જમાવવો હોય તો તેને 20 વર્ષ પહેલા કરેલા જાદુ ને ફરીવાર કરી દેખાડવું પડશે.
The five Indian wickets to fall were shared evenly between Australia’s five-man attack 👌
Report from another day 🇦🇺 dominated 👇#WTC23 | #AUSvIND
— ICC (@ICC) June 8, 2023
અમે વાત કરી રહ્યા છીએ 2003 માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરીઝ વિશે કે જેમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરીને 556 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં ભારતે 523 રન જોડીને ઓસ્ટ્રેલિયાને ટક્કર આપી હતી અને આ મેચમાં રાહુલ દ્રવિડે ત્રીજા નંબર પર આવીને 223 રન અને વીવીએસ લક્ષ્મણ છઠ્ઠા નંબર પર આવીને 148 રન માર્યા હતા.
Stumps on Day 2 of the #WTC23 Final!#TeamIndia 151/5 at the end of day's play and trail by 318 runs in the first innings.
Join us tomorrow for Day 3 action 👍🏻👍🏻
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/dT7aOmDMWQ
— BCCI (@BCCI) June 8, 2023
523 રન બનાવ્યા છતાંય ભારત ઓસ્ટ્રેલિયા થી 23 રનથી પાછળ હતું, ત્યારે ભારત તરફથી અજીત અગરકરે બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાની છ વિકેટ ઝડપી લીધી હતી અને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું હતું જેના પરિણામે ઓસ્ટ્રેલિયા માત્ર 196 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ચૂક્યું હતું.
ઓસ્ટ્રેલિયાની ઓલ આઉટ કર્યા બાદ ભારતને 233 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ભારતે માત્ર છ વિકેટ ગુમાવીને હાંસલ કરીને એક ઐતિહાસિક જીત હાંસલ કરી લીધી હતી.