
વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર અને ડાબા હાથના સ્પિનર જેક લીચે મંગળવારે ભારત સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં વાપસી કરી હતી. બટલર પોતાના બીજા બાળકના જન્મને કારણે ચોથી ટેસ્ટ મેચ ચૂકી ગયો હતો.
ભારતે સોમવારે ધ ઓવલ ખાતે 157 રનની જીત સાથે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચોથી ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરાયેલા સેમ બિલિંગ્સ તેની કાઉન્ટી સાઈડ કેન્ટમાં જોડાયો છે.
ઈંગ્લેન્ડે 2007થી ભારત સામે ઘરઆંગણે શ્રેણી ગુમાવી નથી અને હવે પાંચમી મેચમાં તે દબાણમાં રહેશે. જો પ્રથમ ચાર મેચ રમી ચૂકેલા જેમ્સ એન્ડરસનને આરામ આપવામાં આવે તો પ્લેઇંગ ઇલેવનમાં માર્ક વુડને સ્થાન આપવામાં આવી શકે છે.
ઇંગ્લેન્ડની ટીમ: જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોનાથન બેયરસ્ટો, રોરી બર્ન્સ, જોસ બટલર, સેમ કુરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, જેક લીચ, ડેવિડ મલાન, ક્રેગ ઓવરટન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.
We’ve named a 16-player squad for the fifth LV= Insurance Test match against India
— England Cricket (@englandcricket) September 7, 2021
