ઇંગ્લેન્ડની ટીમ આવતા મહિને ટેસ્ટ સિરીઝ રમવા માટે ભારતના પ્રવાસે આવશે. આ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લિશ ટીમમાં કુલ 16 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વની વાત એ છે કે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં 3 અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાવાની છે. ફાસ્ટ બોલર ગસ એટકિન્સન અને સ્પિનર ટોમ હાર્ટલીને સ્થાન મળ્યું છે. તેના સિવાય અન્ય અનકેપ્ડ ખેલાડી શોએબ બશીરને પણ આ ઈંગ્લિશ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, શોએબ બશીર, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ, ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ, માર્ક વુડ
હાર્ટલીને ટીમમાં સામેલ કરવાનો હેતુ સ્પિન વિભાગને મજબૂત કરવાનો છે. તેને ભારતની સ્પિન પિચોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે. જેક લીચ પહેલાથી જ ટીમમાં છે. તેના સિવાય રેહાન અહેમદ અને હવે બશીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ચાર સ્પિનરો છે.
ફાસ્ટ બોલિંગ વિભાગમાં માત્ર ચાર જ વિકલ્પ છે. અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ઉપરાંત એટકિન્સન ટીમમાં છે. તેમના સિવાય માર્ક વુડ અને ઓલી રોબિન્સન પણ ઈંગ્લિશ ટીમમાં સામેલ છે. એશિઝમાં રમનાર ક્રિસ વોક્સને બહાર કરી દેવામાં આવ્યો છે. બોલિંગ માટે બેન સ્ટોક્સ પણ એક વિકલ્પ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે માત્ર બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. વિકેટકીપિંગ વિભાગમાં બે નામ છે. જોની બેયરસ્ટો ઉપરાંત બેન ફોક્સને પણ રાખવામાં આવ્યો છે.
All set for India! 💪
Our 16-player squad for the five-Test series 🏏
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/z7UjI634h1
— England Cricket (@englandcricket) December 11, 2023