આઈપીએલ પછી તરત જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી યોજાવાની છે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી ચક્રમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ શ્રેણી રમાશે.
આ મહત્વપૂર્ણ શ્રેણી શરૂ થાય તે પહેલા, ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી સ્ટોન ઘાયલ થયો છે. કાઉન્ટી ક્રિકેટ મેચ દરમિયાન ઓલી ઘાયલ થયો હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે ઓલી સ્ટોન પણ ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે.
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી સ્ટોન ઈજાના કારણે આ વર્ષે 20 જૂનથી ભારત સામે શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થવાની આરે છે. ૩૧ વર્ષીય બોલરને તેની કાઉન્ટી ટીમ નોટિંગહામશાયર કાઉન્ટીની સ્થાનિક સિઝન શરૂ થાય તે પહેલાં અબુ ધાબીમાં ટીમના પ્રેક્ટિસ સત્ર દરમિયાન આ ઈજા થઈ હતી. ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ 4 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
સ્ટોને અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ મેચમાં 17 વિકેટ લીધી છે. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024માં શ્રીલંકા સામે રમી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ને ટાંકીને કહ્યું, “માર્ચમાં નોટિંગહામશાયરના અબુ ધાબીના પ્રી-સીઝન પ્રવાસ દરમિયાન સ્ટોનને જમણા ઘૂંટણમાં ઘણી પીડા થઈ હતી.”
England and Nottinghamshire fast bowler Olly Stone has been ruled out of all cricket for 14 weeks following scans and subsequent surgery this week, on a right knee injury.
He will miss the start of the English summer but is targeting a return to full fitness by August 2025 🚨 pic.twitter.com/LLaWckswt0
— Sky Sports Cricket (@SkyCricket) April 4, 2025