
ટેસ્ટ ઇનિંગ્સમાં એક મહિલા દ્વારા સૌથી વધુ સિક્સરના રેકોર્ડની બરાબરી કરી હતી…
બ્રિસ્ટોલ ખાતેની તેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 96 રનની શાનદાર ઇનિંગ્સ દરમિયાન શફાલી વર્માએ ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. તે ડેબ્યૂ ટેસ્ટમાં 90થી વધુ રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. આ સાથે તેમણે રાહુલ દ્રવિડના રેકોર્ડની પણ બરાબરી કરી. પૂર્વ ભારતીય કેપ્ટન દ્રવિડે પણ ડેબ્યુ ટેસ્ટમાં 90+ સ્કોર બનાવ્યા હતા.
અહીં રસપ્રદ વાત એ છે કે રાહુલ દ્રવિડની શરૂઆત પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ હતી તેણે ક્રિસ લ્યુઇસને જેક રસેલે આઉટ કર્યા પહેલા 95 રન બનાવ્યા હતા. આ જ મેચમાં બીસીસીઆઈના પ્રમુખ અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન, સૌરવ ગાંગુલીએ પણ ટેસ્ટમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેણે 131 રન બનાવ્યા હતા. ગાંગુલીનો રેકોર્ડ તાજેતરમાં ન્યુઝીલેન્ડના ડેવિન કોનવે દ્વારા તોડવામાં આવ્યો હતો.
દ્રવિડના રેકોર્ડની બરાબરી ઉપરાંત શફાલી તેની પ્રથમ ટેસ્ટ મેચમાં સિક્સર ફટકારનારી પહેલી ભારતીય મહિલા પણ બની. ઉલ્લેખનીય છે કે, શફાલીએ પણ ટેસ્ટ ઇનિંગ્સમાં એક મહિલા દ્વારા સૌથી વધુ સિક્સરના રેકોર્ડની બરાબરી કરી હતી.
