
બીસીસીઆઈએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે….
ચેન્નઈના ચેપક સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં યજમાનોને મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય ટીમના ઓપનર શુબમન ગિલ ઈજાના કારણે બીજી ટેસ્ટના ચોથા દિવસથી જ મેદાનની બહાર થઈ ગયો છે. ભારતના ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે.
બીસીસીઆઈએ ટ્વિટ કર્યું છે કે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શુબમન ગિલ ઘાયલ થયો હતો અને તેને સ્કેન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આથી જ ચોથા દિવસે તે ફિલ્ડિંગ માટે ઉતરશે નહીં. બીસીસીઆઈએ ટ્વિટમાં લખ્યું છે કે, “બીજી કસોટીના ત્રીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે શુબમન ગિલને ડાબા હાથ પર ઈજા થઈ હતી. તેને સાવચેતી સ્કેન માટે લેવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની ઈજાના નિરીક્ષણ કરી રહી છે.
UPDATE – Shubman Gill sustained a blow on his left forearm while fielding on Day 3 of the 2nd Test. He has been taken for a precautionary scan. The BCCI Medical Team is assessing him. He won’t be fielding today.#INDvENG pic.twitter.com/ph0GJsqpFi
— BCCI (@BCCI) February 16, 2021
