ઋષભ પંતે શ્રીલંકા સામે ડે-નાઈટ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પોતાની બેટિંગથી ભારત માટે નવો ટેસ્ટ રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો હતો.
આ મેચમાં પંતે 31 બોલમાં 2 સિક્સ અને 7 ફોરની મદદથી 50 રનની ઇનિંગ રમી હતી. જો કે તેણે માત્ર 28 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી અને તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદી રમવાના મામલે પ્રથમ સ્થાને આવ્યો હતો.
ઋષભ પંત પહેલા, કપિલ દેવ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન હતા. કપિલ દેવે 1982માં કરાચીમાં પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 30 બોલમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ હવે રિષભ પંતે માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારીને કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને તે નંબર વન પર આવી ગયો છે.
શાર્દુલ ઠાકુર ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના મામલે ત્રીજા નંબર પર છે અને તેણે 2021માં ઈંગ્લેન્ડ સામે 31 બોલમાં આ કારનામું કર્યું હતું.
ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ટોચના 4 બેટ્સમેન-
રિષભ પંત – 28 બોલ
કપિલ દેવ – 30 બોલ
શાર્દુલ ઠાકુર – 31 બોલ
વિરેન્દ્ર સેહવાગ – 32 બોલ