TEST SERIES

ડીન એલ્ગરે ભારત સામે ઈતિહાસ રચ્યો! રોહિતનો આ મોટો રેકોર્ડ તોડ્યો

Pic- The Indian Express

સાઉથ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન ડીન એલ્ગર (185) એ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં ભારત સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

પોતાની છેલ્લી ટેસ્ટ શ્રેણી રમી રહેલા એલ્ગરે 287 બોલનો સામનો કર્યો અને 28 ચોગ્ગાની મદદથી 185 રન બનાવ્યા. આ તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સૌથી મોટી ઇનિંગ્સ છે.

એલ્ગર સુપરસ્પોર્ટ્સ પાર્કમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે 10 મેચની 16 ઇનિંગ્સમાં 672 રન બનાવ્યા છે. તેણે માર્ક બાઉચરને પાછળ છોડી દીધો છે, જેમના નામે 15 મેચની 18 ઇનિંગ્સમાં 656 રન છે.

રોહિત શર્મા કરતા આગળ નીકળ્યો:

તેણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ રમનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્માને પછાડી નવમા સ્થાને પહોંચી ગયો છે. રોહિતે 2019માં વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં 244 બોલમાં 176 રનની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકામાં ભારત સામે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન દ્વારા રમાયેલી આ ત્રીજી સૌથી મોટી ઇનિંગ્સ છે.

એલ્ગરે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે 5000 રન પૂરા કર્યા અને આવું કરનાર તે ચોથો દક્ષિણ આફ્રિકાનો ખેલાડી બન્યો. તેમના પહેલા માત્ર ગ્રીમ સ્મિથ (9018), ગેરી કર્સ્ટન (5726) અને હર્શલ ગિબ્સ (5242)એ આ સિદ્ધિ મેળવી હતી.

Exit mobile version