ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ડોમિનિકામાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં જ્યાં રોહિત અને યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને શ્રેણીબદ્ધ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ સાથે જ ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા કોહલીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
કોહલીએ આ મેચમાં પોતાનો 25મો રન બનાવતાની સાથે જ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો છે. તે હવે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે. કોહલી હાલમાં ક્રિઝ પર છે અને ઘણા વધુ રેકોર્ડ હાંસલ કરી શકે છે.
સચિન તેંડુલકર ભારતીય બેટ્સમેન દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 200 મેચની 329 ઈનિંગ્સમાં 53.78ની એવરેજ અને 54.04ની સ્ટ્રાઈક રેટથી 15,921 રન બનાવ્યા છે.
આ સાથે જ કોહલી આ દિગ્ગજોની ક્લબમાં સામેલ થઈ ગયો છે.
1. સચિન તેંડુલકર – 15921 રન
2. રાહુલ દ્રવિડ – 13265 રન
3. સુનીલ ગાવસ્કર – 10122 રન
4. વીવીએસ લક્ષ્મણ – 8781 રન
5. વિરાટ કોહલી – 8515 રન
6. વિરેન્દ્ર સેહવાગ – 8503 રન
