ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ લખ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં શૂન્ય યોગદાન આપ્યા બાદ પણ તે ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. આ પહેલા આ ફોર્મેટમાં કોઈ પણ કેપ્ટન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી, જે બેટિંગ કરવા આવ્યો ન હોય અને બોલિંગ પણ ન કરી હોય.
બેન સ્ટોક્સ વિશ્વના પહેલા એવા કેપ્ટન બની ગયો છે, જેણે ન તો મેચમાં બેટ પકડ્યું હતું, ન તો બોલિંગ માટે આવ્યો હતો અને ન તો તે વિકેટકીપર હતો. આમ છતાં ઇંગ્લેન્ડની ટીમને મોટી જીત મળી હતી. ઇંગ્લેન્ડની ટીમે ચાર દિવસીય ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આયર્લેન્ડને સ્તબ્ધ કરી દીધું હતું અને 10 વિકેટના માર્જીનથી જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે એશિઝ શ્રેણી પહેલા સારી તૈયારી કરી લીધી છે.
આ મેચની વાત કરીએ તો આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. આયરિશ ટીમ 56.2 ઓવરમાં 172 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે 5 વિકેટ લીધી હતી. જેક લીચને ત્રણ અને મેથ્યુ પોટ્સને બે સફળતા મળી હતી. સ્ટોક્સનું આ ઈનિંગમાં કોઈ યોગદાન નહોતું. બેટિંગ કરતી વખતે ઈંગ્લેન્ડની ટીમે ઓલી પોપની બેવડી સદી, બેન ડકેટની 182 રનની ઈનિંગ્સ ફટકારી હતી. જેક ક્રાઉલી અને જો રૂટે અડધી સદીના આધારે 524/4નો સ્કોર કર્યો અને ઇનિંગ્સ ડિકલેર કરી. સ્ટોક્સ બેટિંગ કરવા પણ આવ્યો ન હતો.
આવી સ્થિતિમાં આયર્લેન્ડની ટીમને ફરીથી બેટિંગમાં આવવું પડ્યું અને ટીમ 9 વિકેટ ગુમાવીને 362 રન બનાવી શકી. એક બેટ્સમેન ઘાયલ થયો હતો, જે બેટિંગ કરી શક્યો ન હતો. સ્ટોક્સ આ ઇનિંગમાં બોલિંગ કરતા પણ દેખાયા ન હતો. તે જ સમયે, ઇંગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રોલીએ ચાર બોલમાં 3 ચોગ્ગા ફટકારીને મેચનો અંત કર્યો હતો.
Ben Stokes becomes the first Test captain in history to win a Test match without batting, bowling or wicketkeeping. pic.twitter.com/DbkMrAupol
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2023

