મુશ્કેલ પરિસ્થિતિઓમાં શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિન વચ્ચે 8મી વિકેટની શાનદાર ભાગીદારીના આધારે ભારતે બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 3 વિકેટે હરાવ્યું હતું.
આ સાથે ટીમ ઈન્ડિયાએ યજમાન બાંગ્લાદેશનો 2-0થી ક્લીન-અપ કરી લીધો હતો. આ રીતે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ચિત્તાગાંવમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારતે 188 રને જીતી હતી.
અય્યર (46 બોલમાં અણનમ 29) અને અશ્વિન (66 બોલમાં અણનમ 42)એ અહીંથી બાજી સંભાળી લીધી અને 105 બોલમાં 71 રનની ભાગીદારી કરીને બાંગ્લાદેશના જડબામાંથી વિજય છીનવી લીધો અને લંચ પહેલા ભારતને ટાર્ગેટ સુધી પહોંચાડ્યું.
વાસ્તવમાં, અશ્વિન અને અય્યર વચ્ચેની 71 રનની ભાગીદારી ટેસ્ટની ચોથી ઇનિંગમાં 8મી વિકેટ માટે બીજી સૌથી મોટી ભારતીય ભાગીદારી છે. આ મામલામાં અમર સિંહ અને લાલ સિંહ વચ્ચે નંબર વન પર 74 રનની ભાગીદારી છે, જે બંનેએ 1932માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બનાવી હતી.
ચોથી ઇનિંગ્સમાં 8મી વિકેટ માટે સૌથી વધુ ભારતીય ભાગીદારી:
74 એલ અમર સિંહ – લાલ સિંહ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લોર્ડ્સ 1932 (પ્રથમ ટેસ્ટ)
71* શ્રેયસ ઐયર – રવિચંદ્રન અશ્વિન વિરુદ્ધ બાંગ્લાદેશ, મીરપુર 2022
70 કપિલ દેવ – એલ શિવરામકૃષ્ણન વિ શ્રીલંકા, કોલંબો 1985
ટેસ્ટ ક્રિકેટમાં ચેઝમાં 8મી અથવા તેનાથી ઓછી વિકેટ માટે આ ત્રીજી સૌથી વધુ અતૂટ ભાગીદારી છે.