સૌથી વધુ ઇનિંગ્સ બોલિંગ કરવાના મામલે ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન છે…
ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે ઈનિંગ્સનો પહેલો બોલ ફેંકતાની સાથે જ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનો ઇતિહાસ સર્જાયો હતો. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 300 ઇનિંગ્સમાં બોલિંગ કરનારો વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે.
તેની પછી ટેસ્ટમાં સૌથી વધુ ઇનિંગ્સ બોલિંગ કરવાના મામલે ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન છે. વોર્ન 273 ટેસ્ટ ઇનિંગ્સમાં બોલિંગ કરી છે. તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર પણ છે. પૂર્વ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર 272 અને ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે 271 ઇનિંગ્સમાં બોલિંગ કરી છે.
Most innings bowled in Test cricket:-
300* – James Anderson
273 – Shane Warne
272 – Jacques Kallis
271* – Stuart Broad
243 – Glenn McGrath#ENGvNZ— saurabh sharma (@cntact2saurabh) June 11, 2021
આપને જણાવી દઈએ કે જેમ્સ એન્ડરસનની ટેસ્ટ કારકિર્દીની આ 162મી ટેસ્ટ મેચ છે અને તે ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાની દ્રષ્ટિએ પણ પ્રથમ સ્થાન પર પહોંચી ગયો છે.

