TEST SERIES

પ્રથમ સદી ફટકારીને જેમી સ્મિથે રચ્યો ઈતિહાસ, તોડ્યો 94 વર્ષ જૂનો રેકોર્ડ

Pic- AP News

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસ દરમિયાન પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો.

સ્મિથે 148 બોલમાં 111 રનની ઈનિંગ રમી જેમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો અને પ્રભાત જયુસર્યાના બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. સ્મિથ પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડનો ટોપ સ્કોરર હતો.

જુલાઈ 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કરનાર સ્મિથની આ પહેલી સદી છે. આ સદીની ઇનિંગ્સ સાથે સ્મિથે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

સ્મિથ 24 વર્ષ અને 42 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવીને ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા વિકેટ કીપર બેટ્સમેન બની ગયો છે. સ્મિથે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન લેસ એમ્સનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે 1930માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 24 વર્ષ અને 63 દિવસની ઉંમરમાં રમાયેલી મેચમાં સદી ફટકારી હતી.

તમને જણાવી દઈએ કે સ્મિથે ડેબ્યૂ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર 70 રન બનાવ્યા હતા. આ સિવાય બર્મિંગહામમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં તે 95 રન પર આઉટ થઈને સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો.

Exit mobile version