જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે બોલથી તબાહી મચાવી દીધી છે. બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે.
બુમરાહ સૌથી ઝડપી 150 ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 150 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહે સ્વિંગ બોલિંગનો જાદુ ફેલાવ્યો અને ઇંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી. બુમરાહે ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ અને ટોમ હાર્ટલીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બુમરાહે ટેસ્ટમાં 10મી વખત 5 વિકેટ લેવાનું શાનદાર પ્રદર્શન કર્યું.
જસપ્રીત બુમરાહના નામે 20.40ની એવરેજથી 151 વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં માત્ર બે બોલરોએ તેના કરતા વધુ સારી એવરેજથી વધુ વિકેટ લીધી છે.
16.43- સિડની બાર્ન્સ
20.53- એલન ડેવિડસન
20.57- જસપ્રીત બુમરાહ
બુમરાહ સૌથી ઝડપી 150 વિકેટ લેનારો બીજો એશિયન બોલર છે. વકાર યુનુસ આ મામલે નંબર વન પર છે. બુમરાહે 34 ટેસ્ટમાં 150 વિકેટ પૂરી કરી હતી જ્યારે યુનિસે માત્ર 27 બોલમાં 150 વિકેટ લીધી હતી.
સૌથી ઝડપી 150 વિકેટ લેનાર એશિયન બોલર:
વકાર યુનુસ- 27
જસપ્રીત બુમરાહ- 34
ઈમરાન ખાન – 37
શોએબ અખ્તર- 37
150 ટેસ્ટ વિકેટ પૂરી કરવા માટે લેવામાં આવેલા સૌથી ઓછા બોલ (ભારત):
6781- જસપ્રીત બુમરાહ
7661- ઉમેશ યાદવ
7755- મોહમ્મદ શમી
8378- કપિલ દેવ
8380- આર અશ્વિન
જસપ્રીત બુમરાહની તમામ ફોર્મેટમાં સરેરાશ:
ટેસ્ટ – 20.55
ODI- 23.50
T20 – 19.66