ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં આવી સિદ્ધિ મેળવી છે, જે તેની પહેલા માત્ર બે ખેલાડી જ કરી શકશે. સામાન્ય રીતે બેટથી રેકોર્ડ બનાવતા જો રૂટે પાકિસ્તાન સામેની મુલ્તાન ટેસ્ટમાં બોલર તરીકે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
મુલ્તાન ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 281 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 202 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 79 રનની લીડ લીધા બાદ બીજા દાવમાં 275 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 355 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં પાકિસ્તાન ટેસ્ટના ચોથા દિવસે 328 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જો કે ચોથા દિવસે મેચ રોમાંચક વળાંક પર હતી, જો રૂટે પ્રથમ સેશનમાં જ ફહીમ અશરફને આઉટ કરીને પાકિસ્તાનને બેકફૂટ પર લાવી દીધું હતું અને તેની કારકિર્દીની 50મી ટેસ્ટ વિકેટ પણ લીધી હતી.
આ વિકેટ સાથે, 31 વર્ષીય ટેસ્ટ ક્રિકેટમાં 10,000+ રન બનાવનાર અને 50 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી બન્યો. આ પહેલા દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ જેક્સ કાલિસ અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી સ્ટીવ વો આ કારનામું કરી ચૂક્યા છે. જેક્સ કાલિસના નામે ટેસ્ટમાં 13289 રન અને 292 વિકેટ છે, જ્યારે સ્ટીવ વોના નામે 10927 રન સાથે 92 વિકેટ છે. જ્યારે જો રૂટના નામે 10629 ટેસ્ટ રન અને 50 વિકેટ છે. જો રૂટ પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચમાં બેટથી વધારે પ્રદર્શન કરી શક્યો નથી. તેણે બે મેચમાં 125 રન બનાવ્યા છે.
Joe Root becomes just the 3rd player in Test cricket history to score 10,000 runs and pick 50 wickets.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2022

