દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લઈને વિપક્ષી ટીમને માત્ર 165 રન સુધી જ રોકી દીધી હતી.
બીજા દિવસની રમતની શરૂઆત સુધી ઇંગ્લેન્ડે 110 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. રબાડાએ રમત શરૂ થતાં જ ઇંગ્લેન્ડના નીચલા ક્રમના બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યું અને વિકેટો મેળવતા રહ્યા. હવે રબાડાના નામે 248 વિકેટ નોંધાઈ ગઈ છે. આગામી દાવમાં બે વિકેટ સાથે તે સૌથી ઝડપી 250 ટેસ્ટ વિકેટ લેનાર છઠ્ઠો બોલર બની શકે છે. આ યાદીમાં અશ્વિન નંબર વન પર છે, જેણે 45 મેચમાં 250 વિકેટ પૂરી કરી છે. રબાડાની આ 53મી ટેસ્ટ છે.
Our innings comes to an end on 1️⃣6️⃣5️⃣.
A five-wicket haul for Kagiso Rabada, his first at Lord's.
Live clips: https://t.co/2nFwGblL1E
🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/6g7oCR01wd
— England Cricket (@englandcricket) August 18, 2022