TEST SERIES

આવું કરનાર કેન વિલિયમસન વિશ્વનો પ્રથમ નોન-એશિયન ખેલાડી બન્યો

ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસને બુધવારે 28 ડિસેમ્બરે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. લાંબા સમય બાદ તેને તેના બેટથી સદી જોવા મળી અને આ સાથે તેણે એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

કેન વિલિયમસન એશિયાના પાંચ દેશોની 4 ટીમો સામે સદી ફટકારનાર પ્રથમ નોન-એશિયન ખેલાડી બની ગયો છે.

કેન વિલિયમસને કરાચીમાં પાકિસ્તાન સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચની પ્રથમ ઇનિંગમાં 206 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કેન વિલિયમસનના બેટથી આ 25મી સદી છે અને આ સાથે તેણે એલન બોર્ડરના એક જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે, જે તેણે ઘણા દાયકાઓ પહેલા ઓસ્ટ્રેલિયા માટે બનાવ્યો હતો.

જમણા હાથના બેટ્સમેન કેન વિલિયમસન એશિયાના 5 દેશોની 4 ટીમો સામે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ નોન-એશિયન ખેલાડી બની ગયો છે. કેન વિલિયમસને પાકિસ્તાન સામે સદી ફટકારતા પહેલા શ્રીલંકા, ભારત અને બાંગ્લાદેશમાં પણ સદી ફટકારી છે. તેણે શારજાહમાં પાકિસ્તાન સામે સદી પણ ફટકારી છે.

Exit mobile version