TEST SERIES

કેશવ મહારાજે તોડ્યો 64 વર્ષ જૂનો રેકોર્ડ, આવું કરનાર પ્રથમ બોલર બન્યો

Pic- japan today

દક્ષિણ આફ્રિકાના અનુભવી ઓલરાઉન્ડર કેશવ મહારે પ્રોટીઝ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો છે. આ રેકોર્ડ અગાઉ ભૂતપૂર્વ ક્રિકેટર હ્યુ ટેફિલ્ડના નામે હતો, જેમણે 1949 અને 1960 વચ્ચે 37 ટેસ્ટ મેચ રમી હતી અને 61 ઇનિંગ્સમાં 25.91ની એવરેજથી 170 વિકેટ લીધી હતી.

મહારાજે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ લઈને ટેફિલ્ડને પાછળ છોડી દીધું હતું. આ સિદ્ધિ સાથે, ટેસ્ટ ક્રિકેટમાં તેની કુલ વિકેટની સંખ્યા વધીને 171 થઈ ગઈ છે. કેશવ મહારાજની જોરદાર બોલિંગને કારણે દક્ષિણ આફ્રિકા 40 રનથી મેચ જીતવામાં સફળ રહ્યું.

2016માં ડેબ્યૂ કર્યા બાદ કેશવ મહારાજે દક્ષિણ આફ્રિકા માટે 52 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોમાં તેણે 87 ઇનિંગ્સમાં 30.78ની એવરેજથી 171 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ ઉપરાંત, મહારાજે બેટથી પણ યોગદાન આપ્યું છે, તેણે 83 ઇનિંગ્સમાં 14.74ની એવરેજથી 1135 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન છે.

વિયાન મુલ્ડરને બીજી ટેસ્ટ મેચમાં તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. કેશવ મહારાજને સમગ્ર શ્રેણીમાં સતત પ્રદર્શન કરવા બદલ ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો ખિતાબ મળ્યો હતો. કેશવ મહારાજ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ સ્પિનર ​​બની ગયા છે.

Exit mobile version