ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેની પ્રથમ મેચ ગઈકાલે, 20 જૂને સમાપ્ત થઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને એશિઝ શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની એશિઝ શ્રેણી એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ની પ્રથમ શ્રેણી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંનેને પ્રથમ શ્રેણીની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ICCએ સ્લો ઓવર રેટ માટે બંને ટીમોને દંડ ફટકાર્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની પ્રથમ શ્રેણી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. 5 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ એજબેસ્ટન, ઈંગ્લેન્ડ ખાતે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની શાનદાર વ્યૂહરચના ઈંગ્લેન્ડના બેઝબોલ ક્રિકેટને ઢાંકી દીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવીને મેચ જીતી લીધી હતી. મેચ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બંને ટીમોને ધીમી ઓવર રેટ માટે દોષિત ગણાવી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંને ટીમોને તેમની મેચ ફીના 40% દંડ ફટકારવામાં આવ્યો છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાંથી બંને ટીમોના 2-2 પોઈન્ટ કાપવામાં આવ્યા છે.
England and Australia have been fined 40% of their match fees and docked 2 points each from the WTC table. pic.twitter.com/2SFSrbWDAN
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2023