TEST SERIES

કોહલીએ રચ્યો ઇતિહાસ ટેસ્ટમાં સૌથી વધુ વખત આઉટ થનાર ભારતીય કેપ્ટન બન્યો

વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ થનાર ભારતીય કેપ્ટન બન્યો છે…

 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ટ્રેન્ટ બ્રિજ પર રમાઈ રહી છે. રોહિત શર્મા અને કેએલ રાહુલે પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરતા ભારત ટેસ્ટના બીજા દિવસે સારી શરૂઆત કરી હતી. પરંતુ, રોહિત આઉટ થતાં જ ભારતીય ઇનિંગ ખરાબ રીતે નબળી પડી છે અને ટી વિરામ સુધી ટીમે 4 વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન વિરાટ કોહલીને ખાતુ ખોલ્યા વગર જ જેમ્સ એન્ડરસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. શૂન્ય પર આઉટ થવાની સાથે સાથે વિરાટે પોતાના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો છે.

વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ થનાર ભારતીય કેપ્ટન બન્યો છે. ટેસ્ટમાં કેપ્ટન તરીકે 9મી વખત ખાતું ખોલાવ્યા વગર વિરાટ પેવેલિયન પરત ફર્યો હતો. પુજારાના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન વિરાટ કોહલી એન્ડરસનના આઉટગોઇંગ બોલને સમજી શક્યા ન હતો અને તેના પર બેટ લગાવી દીધું હતું, ત્યારબાદ વિકેટકીપર જોસ બટલરે કોઇપણ ભૂલ કર્યા વગર સાદો કેચ લીધો હતો અને ભારતીય કેપ્ટનને ઓપન કર્યા વગર પેવેલિયન જતો રહ્યો.

 

Exit mobile version