કુલદીપ યાદવે લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરીને ખળભળાટ મચાવ્યો હતો. ચાઇનામેને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 5 વિકેટ લીધી હતી અને ત્રીજા દિવસે જ સવારે તેણે આ અદ્ભુત પરાક્રમ કર્યું હતું.
ઇબાદત હુસૈન તેનો 5મો શિકાર બન્યો હતો. કુલદીપે 22 મહિનાની લાંબી રાહ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરીને બાંગ્લાદેશમાં ધૂમ મચાવી હતી. તે તેની ટેસ્ટ કારકિર્દીમાં ત્રીજી વખત 5 વિકેટની ક્લબમાં જોડાયો હતો અને તેણે આ સિદ્ધિ માત્ર તેની 8મી ટેસ્ટમાં કરી હતી. બાંગ્લાદેશ પહેલા તે ઓસ્ટ્રેલિયા અને ભારતમાં 5 વિકેટની ક્લબમાં સામેલ થયો હતો.
ચટ્ટોગ્રામ ટેસ્ટ મેચમાં કુલદીપે યાસિર અલી, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, નુરુલ હસન અને તૈજુલ ઈસ્લામને પોતાનો શિકાર બનાવ્યો હતો. કુલદીપની ખતરનાક બોલિંગના આધારે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ પર મજબૂત પકડ બનાવી લીધી છે. 144 રનના સ્કોર પર કુલદીપે ત્રીજા દિવસે બાંગ્લાદેશને 9મો ઝટકો આપ્યો અને આ સાથે જ તેના પર ફોલોઓનનો ખતરો મંડરાઈ ગયો.
કુલદીપે આ પહેલા ફેબ્રુઆરી 2021માં ઈંગ્લેન્ડ સામે ભારત માટે છેલ્લી ટેસ્ટ રમી હતી. જે બાદ હવે તેને ટેસ્ટ ટીમમાં તક મળી છે. કુલદીપ પણ લાંબા સમય બાદ પુનરાગમન કરવા માટે થોડો નર્વસ હતો. તેણે પોતાની બોલિંગ પર પણ ઘણું કામ કર્યું. ઈજા બાદ તેણે પોતાની લય પર કામ કરવાની સાથે ઝડપી બનવાનો પણ પ્રયાસ કર્યો હતો. આનાથી તેમને ઘણી મદદ પણ મળી રહી છે.
કુલદીપે બોલ પહેલા બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 293 રનમાં 7 વિકેટ પડી ગયા બાદ તેણે અશ્વિન સાથે મળીને ઈનિંગ્સને સંભાળી અને 8મી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી. તેણે 40 રન બનાવ્યા જે તેની ટેસ્ટ કારકિર્દીનો સૌથી મોટો સ્કોર છે.
The star of Indian first innings: Kuldeep Yadav with 40 runs & 5 wickets.
A great return to Test team after 20 long months. pic.twitter.com/whM0dVzn5T
— Johns. (@CricCrazyJohns) December 16, 2022