TEST SERIES

મયંક અગ્રવાલે 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો 1976 થી વાનખેડેમાં બનેલો હતો આ મોટો રેકોર્ડ

ભારતીય ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે મયંક અગ્રવાલ 120 રન બનાવીને નોટઆઉટ હતો.

તેણે રમતના પહેલા દિવસે 246 બોલનો સામનો કર્યો અને 3 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી આ ઇનિંગ રમી. મુંબઈ ટેસ્ટના પહેલા દિવસે પોતાના અણનમ 120 રનના આધારે મયંક અગ્રવાલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો અને હવે તે વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મયંક અગ્રવાલ પહેલા સુનીલ ગાવસ્કરે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્ષ 1976માં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ગાવસ્કરે 20 ચોગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા અને ભારતે 162 રનથી જીત મેળવી હતી. આ પછી આ રેકોર્ડ અત્યાર સુધી જળવાઈ રહ્યો હતો, પરંતુ હવે 34 વર્ષ બાદ ભારતીય ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે ન્યૂઝીલેન્ડ સામે 120 રન બનાવીને ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે.

મુંબઈ ટેસ્ટ મેચના પહેલા દિવસની વાત કરીએ તો જ્યારે, ટીમ 80 પર 3 વિકેટ પડી હતી ત્યારે મયંકે શ્રેયસ અય્યર સાથે ચોથી વિકેટ માટે 80 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ ફરી એકવાર શ્રેયસ 160 રનના સ્કોર પર 18 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મયંકે સાહા સાથે પાંચમી વિકેટ માટે સારી ભાગીદારી કરી પ્રથમ દિવસની રમતના અંતે ટીમને 221 રન સુધી પહોંચાડી દીધી હતી.

Exit mobile version