
જયપુર હૈદરાબાદનો રહેવાસી સિરાજ એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે પરંતુ સુવિધાઓના અભાવને કારણે તેણે ક્યારેય હિંમત નથી હારી અને પોતાની મહેનત અને સમર્પણ ચાલુ રાખ્યું, જેનું પરિણામ આજે બધાની સામે છે. ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું. 272 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ માત્ર 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
આ મેચમાં મોહમ્મદ સિરાજે પોતાની શાનદાર બોલિંગથી ઈતિહાસ રચ્યો હતો. સિરાજે આ મેચમાં 126 રનમાં 8 વિકેટ લીધી હતી. જે લોર્ડ્સ ખાતેની ટેસ્ટમાં ભારતીય બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. સિરાજે જે રીતે આ ટેસ્ટમાં જ નહીં પણ છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં પણ બોલિંગ કરી છે તે દર્શાવે છે કે તે ટીમ ઈન્ડિયા માટે લાંબી દોડનો ઘોડો છે.
અત્યાર સુધી તેણે ભારત માટે 11 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં 7 ટેસ્ટ, 1 વનડે અને 3 ટી-20નો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન રમાયેલી 7 ટેસ્ટ મેચોમાં, તે પોતાની બોલિંગથી ધમાલ કરતો જોવા મળ્યો છે અને જ્યારે પણ વિદેશ પ્રવાસોની વાત આવે છે, ત્યારે ઝડપી બોલરોની યાદીમાં સિરાજનું નામ હંમેશા ઊચું રહે છે.
