ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લિશ ટીમનો ફ્લોપ શો જારી રહ્યો છે. આ દરમિયાન પોતાની ‘બેઝબોલ’ રણનીતિને કારણે ટીકાનો સામનો કરી રહેલા ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કનું સમર્થન મળ્યું છે.
માઈકલ ક્લાર્કે કહ્યું કે જો ઈંગ્લેન્ડને લાગે છે કે ભારતને હરાવવાની આ તેમની શ્રેષ્ઠ તક છે તો તેણે પોતાનો આક્રમક અભિગમ ચાલુ રાખવો જોઈએ.
હૈદરાબાદમાં સિરીઝના ઓપનર જીત્યા બાદ, ઇંગ્લેન્ડને વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેઓ પાંચ મેચની શ્રેણીમાં 1-2થી પાછળ રહી ગયા હતા.
એટલું જ નહીં ત્રીજી ટેસ્ટમાં પણ 434 રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ભારતીય વિકેટ પર ઈંગ્લેન્ડની આક્રમક રણનીતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
ક્લાર્કે ઇંગ્લિશ ટીમને વિનંતી કરી કે તેઓ તેમની વૃત્તિ પર વિશ્વાસ રાખે અને તેમની આક્રમક રમતની શૈલીને સમર્થન આપે અને આવા અભિગમમાં રહેલા જોખમોને સ્વીકારે.