TEST SERIES

માઇકલ વોન: એશિઝ શ્રેણી રદ થવી જોઈએ, જો પરિવારને ઓસ્ટ્રેલિયા ન જવા મળે તો

ચાર મહિનાથી પરિવારથી દૂર રહેવું જરાય સ્વીકાર્ય નથી…

 

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવું છે કે જો કોરોના પ્રોટોકોલને કારણે ખેલાડીઓએ તેમના પરિવારને ચાર મહિના લાંબા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઈ જવા દેવામાં ન આવે તો એશિઝ સિરીઝ રદ કરવી જોઈએ. બ્રિટિશ મીડિયાના એક અહેવાલ મુજબ એવી સંભાવના છે કે ઈંગ્લેન્ડના ખેલાડીઓ 8 ડિસેમ્બરથી શરૂ થનારી એશિઝ ક્રિકેટ સિરીઝમાં પરિવારને સાથે રાખી શકે નહીં.

વોને ટ્વીટ કર્યું હતું કે આજે અહેવાલો વાંચો કે ઇંગ્લેન્ડના ક્રિકેટરો એશિઝ શ્રેણી માટે તેમના પરિવારને લઇ શકશે નહીં. જો એમ હોય તો, શ્રેણી રદ થવી જોઈએ. ચાર મહિનાથી પરિવારથી દૂર રહેવું જરાય સ્વીકાર્ય નથી. પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું કે ખેલાડીઓ જો આવા પ્રતિબંધો વચ્ચે ન રમવાનું નક્કી કરે તો તેમને દોષી ઠેરવવા જોઈએ નહીં.

Exit mobile version