TEST SERIES

મુશ્ફિકુર રહીમે પાકિસ્તાન સામે બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ

Pic- bdcrictime

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે ઈતિહાસ રચ્યો છે. પોતાની ટીમ વતી તે વિદેશી ધરતી પર ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

તેના પહેલા આ ખાસ રેકોર્ડ તમીમ ઈકબાલના નામે હતો, પરંતુ રહીમે હવે રાવલપિંડી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સદી ફટકારીને આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. તેના નામે હવે બાંગ્લાદેશ માટે વિદેશી ધરતી પર ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ 5 સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે.

એટલું જ નહીં, મુશ્ફિકુર રહીમે બાંગ્લાદેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ તમીમ ઈકબાલને પાછળ છોડી દીધો છે. ઈકબાલે 2008 થી 2023 વચ્ચે તેની ટીમ માટે કુલ 70 ટેસ્ટ મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે 134 ઇનિંગ્સમાં 10 સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. રાવલપિંડી ટેસ્ટમાં પોતાની 11મી સદી પૂરી કરતા રહીમે હવે એક ખાસ બાબતમાં ઈકબાલને પાછળ છોડી દીધો છે.

બાંગ્લાદેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો વિશેષ રેકોર્ડ વર્તમાન બેટ્સમેન મોમિનુલ હકના નામે છે. હકે 2013 થી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે 62* મેચ રમી છે અને 115 ઇનિંગ્સમાં સૌથી વધુ 12 સદી ફટકારી છે.

મુશ્ફિકુર રહીમે ચાલુ મેચમાં વધુ એક ખાસ સિદ્ધિ મેળવી છે. તે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે.

 

 

Exit mobile version