ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્પિનર નાથન લિયોને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં બોલિંગમાં ઈતિહાસ રચ્યો હતો. લિયોને આ મેચમાં પ્રથમ દાવમાં 3 અને બીજી ઇનિંગમાં 2 વિકેટ સહિત કુલ પાંચ વિકેટ લીધી હતી.
લિયોને રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે.
લિયોને હવે 133 ટેસ્ટ મેચોની 248 ઇનિંગ્સમાં 538 વિકેટ ઝડપી છે. જ્યારે અશ્વિને 106 ટેસ્ટની 248 ઇનિંગ્સમાં 537 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે બ્રિસબેનમાં રમાયેલી આ ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ બાદ અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને માત્ર એક મેચ બાદ જ લિયોને તેને પાછળ છોડી દીધો હતો.
તમને જણાવી દઈએ કે આ મેચમાં લિયોને પણ બેટિંગમાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને 54 રન બનાવ્યા હતા. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં લિયોન છઠ્ઠા ક્રમે છે, તેણે ચાર મેચમાં 39.12ની એવરેજથી 8 વિકેટ લીધી છે.
સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
Nathan Lyon has become the 7th highest wicket taker in Test history, surpassing Ravichandran Ashwin.
Most Test wickets:
800 : Muttiah Muralitharan
708 : Shane Warne
704 : J Anderson
619 : A Kumble
604 : S Broad
563 : G McGrath
538* : Nathan Lyon
537 : R Ashwin— saurabh sharma (@cntact2saurabh) December 30, 2024
