ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથન લિયોને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. લિયોન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને ભારતના અનુભવી સ્પિનર આર અશ્વિનને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં આઠમો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટની બીજી ઈનિંગમાં કાઈલ મેયરને આઉટ કરતાની સાથે જ અશ્વિનને પાછળ છોડી દીધો હતો. હવે તેના નામે 446 ટેસ્ટ વિકેટ થઈ ગઈ છે. આ સાથે જ અશ્વિનના નામે 442 ટેસ્ટ વિકેટ છે. આ ખાસ રેકોર્ડ સાથે નાથન લિયોન હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર આઠમો બોલર બની ગયો છે.
નાથન લિયોને પોતાની 111મી ટેસ્ટ મેચમાં આ ખાસ સિદ્ધિ મેળવી છે. બીજી તરફ અશ્વિને ભારત માટે અત્યાર સુધીમાં 86 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 442 બેટ્સમેનોનો શિકાર કર્યો છે.
ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર:
– મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 800
– શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) – 708
– જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ) – 668
– અનિલ કુંબલે (ભારત) – 619
– સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ) – 566
– ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) – 563
– કર્ટની વોલ્શ (વેસ્ટ ઈન્ડિઝ) – 519
– નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા) – 446
– આર અશ્વિન (ભારત) – 442
– ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) – 439
Most wickets in Tests:
800 – Muthiah Muralitharan
708 – Shane Warne
667 – James Anderson
619 – Anil Kumble
566 – Stuart Broad
563 – Glenn McGrath
519 – Courtney Walsh
446 – #NathanLyon
442 – R Ashwin
439 – Dale Steyn#AUSvWI— The Cricket Girl 🏏 (@SonamGupta007) December 4, 2022
