ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતને 25 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ વિજય સાથે, કિવી ટીમે NEET શ્રેણી 3-0થી જીતી લીધી અને સાથે જ ટોમ લાથમની કેપ્ટનશીપ હેઠળ ભારતનો ભારતની ધરતી પર વ્હાઇટવોશ કરનાર ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ ટીમ બની.
આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ હતો પરંતુ ભારતીય ટીમ ટી-બ્રેક પહેલા 121 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઋષભ પંતે ભારત માટે લડાઈની ભાવના દેખાડી પરંતુ તે 64 રન બનાવીને આઉટ થતાં જ ભારતીય ટીમની હાર નિશ્ચિત થઈ ગઈ અને ભારત શરમજનક રીતે પોતાના ઘરે જ સિરીઝ હારી ગયું.
આ હાર સાથે હવે ભારત માટે WTC ફાઇનલમાં ક્વોલિફાય કરવું વધુ મુશ્કેલ બની ગયું છે. આ ટેસ્ટમાં એજાઝ પટેલે કિવી ટીમ માટે શાનદાર બોલિંગ કરી હતી અને 11 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત માટે પણ આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 10 વિકેટ ઝડપી હતી પરંતુ તેનું પ્રદર્શન ટીમને જીત તરફ લઈ જવા માટે અપૂરતું સાબિત થયું હતું.
NEW ZEALAND LIFTS THE TROPHY.
– Kiwis beat India in India 3-0..!!! 🇳🇿 pic.twitter.com/lksCJheCAj
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2024