આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે સતત બે ટેસ્ટ મેચોમાં શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી..
ટીમ ઇન્ડિયા આવતા મહિને જૂનમાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ રમવાની છે. 18 જૂનથી 22 જૂન સુધી ભારતે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમવાની છે. ભારતીય ટીમે 4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે.
ટીમ ઈન્ડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિસ્ફોટક અંગ્રેજી બેટ્સમેન જોસ બટલરે આ ભારતીય બેટ્સમેનને સૌથી ખતરનાક ગણાવ્યો છે. જોસ બટલરે રીષભ પંતને કોઈ પણ ટીમમાંથી મેચ છીનવી શકે તેવો રોહિત શર્મા કે વિરાટ કોહલી નહીં પણ સૌથી ખતરનાક બેટ્સમેન ગણાવ્યો છે.
ક્રિકબઝ સાથે વાત કરતાં જોસ બટલરે કહ્યું કે, રીષભ પંત એક એવો ખેલાડી છે જેની સામે મને રમવાનું પસંદ નથી. તે તમારી પાસેથી મેચ છીનવી શકે છે. રીષભ પંતે છેલ્લા મહિનામાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી છે.
રીષભ પંતે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે સતત બે ટેસ્ટ મેચોમાં શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. સિડની ટેસ્ટના છેલ્લા દિવસે તેણે 97 રન બનાવીને ટેસ્ટ મેચ રમી હતી.

