સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતની ટીમ આ સમયે મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. મેચના ત્રીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે કેપ્ટન વિરાટ કોહલી અલગ અંદાજમાં જોવા મળ્યો હતો.
તેઓ ગ્રાઉન્ડમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટમાં ભૂતકાળમાં જે પ્રકારની ઘટનાઓ બની છે તે જોતા, તે ટીમ માટે એક સારો સંકેત છે. ટી-20માં કેપ્ટનશીપમાંથી હટ્યા બાદ વિરાટને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. આ પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે અણબનાવના સમાચાર પણ સામે આવ્યા હતા.
જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ 177 રનમાં સાત વિકેટ ગુમાવી ચૂકી હતી ત્યારે વિરાટ કોહલી મેદાન પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. મેચમાં ભારતની મજબૂત સ્થિતિને કારણે તે મેદાન પર એન્જોય કરતો જોવા મળ્યો હતો. મેચમાં ત્રણ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારત પાસે આ સમયે 146 રનની લીડ છે. વિરાટ કોહલી ઈચ્છશે કે યજમાન ટીમને ઓછામાં ઓછા 300 રનનો ટાર્ગેટ આપીને બેટિંગ કરે.
Virat Kohli dancing to the tune. India is having a great day on field ❤ …
~Virat and his dance steps are pure bliss to watch ❤️@imVkohli pic.twitter.com/ZocAuhYw3y
— Lavanya Jessy (@LavanyaJessy) December 28, 2021

