પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14મી ડિસેમ્બર એટલે કે ગુરુવારથી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંને આ શ્રેણીમાં વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.
ઓસ્ટ્રેલિયન ટીમનો અનુભવી સ્પિનર નાથન લિયોન ઈજાના કારણે એશિઝ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ તેણે પાકિસ્તાન સામે વાપસી કરી છે. નાથન લિયોન સિવાય જો ઝડપી બોલિંગની વાત કરીએ તો કેપ્ટન પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ માટે તાકાત બતાવશે. એલેક્સ કેરી ઓસ્ટ્રેલિયા માટે વિકેટકીપિંગની જવાબદારી સંભાળતો જોવા મળશે.
ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાની જોડી ટેસ્ટમાં આ સિરીઝ દરમિયાન છેલ્લી વખત ટીમ માટે ઓપનિંગ કરતી જોવા મળશે. ડેવિડ વોર્નરની આ છેલ્લી ટેસ્ટ સિરીઝ છે. ડેવિડ વોર્નરે સિરીઝ પહેલા જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ડેવિડ વોર્નરે કહ્યું હતું કે તે પાકિસ્તાન સામે પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ સિરીઝ રમશે. ઓસ્ટ્રેલિયન મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ પર ઘણું નિર્ભર રહેશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે.
પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઈંગ ઈલેવન: ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચ માર્શ, એલેક્સ કેરી, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન, જોશ હેઝલવુડ.
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટઃ 14-18 ડિસેમ્બર, પર્થ સ્ટેડિયમ
બીજી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર, MCG
ત્રીજી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી, SCG
Australia's playing XI against Pakistan:
Warner, Khawaja, Labuschagne, Smith, Head, Marsh, Carey (WK), Starc, Cummins (C), Lyon and Hazlewood. pic.twitter.com/OLbkTmEVJS
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 13, 2023
