TEST SERIES

બોક્સિંગ ડે ટેસ્ટ માટે પાકિસ્તાનને પોતાની પ્લેઈંગ ઈલેવનમાં આ ફેરફાર કર્યો

pic- ani news

પાકિસ્તાન કેપ્ટન શાન મસૂદે ઓસ્ટ્રેલિયા સામે મંગળવાર (26 ડિસેમ્બર)થી શરૂ થનારી બોક્સિંગ ડે ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.

પાકિસ્તાને આ મેચ માટે તેના અંતિમ 12 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ અહેમદ નથી. તેના સ્થાને મોહમ્મદ રિઝવાનનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે મેલબોર્ન ટેસ્ટમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. સરફરાઝ પ્રથમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં કુલ 7 રન બનાવી શક્યો હતો.

ઓલરાઉન્ડર ફહીમ અશરફ પણ ટીમનો ભાગ નથી. અશરફ પર્થમાં બેટિંગમાં પણ ફ્લોપ રહ્યો હતો અને બોલિંગમાં તેણે માત્ર 1 વિકેટ લીધી હતી. પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાને સ્પિનર ​​સાજિદ અલી આવી શકે છે. છેલ્લી મેચમાં ડેબ્યૂ કરનાર ખુર્રમ શહજાદ ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર છે. તેમના સ્થાને મીર હમઝા અથવા હસન અલીને તક મળી શકે છે.

બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન:

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (wk), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (c), નાથન લિયોન, જોશ હેઝલવુડ.

બોક્સિંગ ડે ટેસ્ટ માટે પાકિસ્તાનના અંતિમ 12 ખેલાડીઓ

ઇમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, શાન મસૂદ (કેપ્ટન), બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન અલી આગા, શાહીન આફ્રિદી, હસન અલી, મીર હમઝા, આમિર જમાલ, સાજિદ ખાન.

Exit mobile version