TEST SERIES

PAKvsNZ: સ્ટેડિયમ ખાલી રહ્યા પછી PCBએ ચાહકોની એન્ટ્રી ફ્રી કરી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કરાચીના નેશનલ બેંક ક્રિકેટ એરેના ખાતે 2 થી 6 જાન્યુઆરી દરમિયાન ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે દર્શકો માટે એન્ટ્રી ફ્રી કરી દીધી છે.

ટેસ્ટ મેચ જોવા ઇચ્છુક દર્શકોએ પ્રવેશ માટે તેમનું અસલ CNIC અથવા B ફોર્મ લાવવાનું રહેશે. તેઓ કોઈપણ સ્ટેન્ડથી વિનામૂલ્યે મેચ જોઈ શકશે. પીસીબીએ એમ પણ કહ્યું કે દર્શકો માટે ગરીબ નવાઝ પાર્કિંગ એરિયાથી સ્ટેડિયમ સુધી શટલ ચલાવવામાં આવશે.

બીજી ટેસ્ટની વાત કરીએ તો ન્યુઝીલેન્ડે ટોસ જીતની બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ૨ ચેંગ કર્યા છે તો બીજી બાજુ કિવિએ કોઈ પણ ચેંજ વગર મૈદાનમાં ઉતરી છે. જણાવી દઈએ કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના રેસ માંથી બંને ટીમ- પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ બહાર થઈ ગઈ છે.

Exit mobile version