ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ બુધવારે (25 સપ્ટેમ્બર) ખેલાડીઓની નવીનતમ રેન્કિંગ જાહેર કરી. ભારતીય યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતનો ટેસ્ટ રેન્કિંગમાં સારો સમય રહ્યો છે અને હવે તેઓ ટોપ-10માં આવી ગયા છે.
યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત હવે ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્માથી ઉપર છે. યશસ્વીએ બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે કુલ 66 રન (56,10) બનાવ્યા હતા. જ્યારે રિષભ પંતે કુલ 148 રન (39, 109) ઉમેર્યા હતા. આ બંને ખેલાડીઓને આનો ઘણો ફાયદો થયો છે. ટેસ્ટ ખેલાડીઓની રેન્કિંગમાં યશસ્વી હવે 751 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે રિષભ પંતે ટેસ્ટમાં વાપસી કરીને 731 પોઈન્ટ સાથે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.

જો ODI રેન્કિંગની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ રોહિત શર્મા (બીજા નંબર), શુભમન ગિલ (ત્રીજો નંબર) અને વિરાટ કોહલી (ચોથો નંબર) ટોપ-5માં હાજર છે. જ્યારે આ યાદીમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ 824 પોઈન્ટ સાથે નંબર-1 પર છે.
તાજેતરની T20 રેન્કિંગની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ ટોપ-5માં સામેલ છે, સૂર્યકુમાર યાદવ (805 પોઈન્ટ, બીજા સ્થાને) અને યશસ્વી જયસ્વાલ (757 પોઈન્ટ, ચોથા સ્થાને). ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ અત્યારે 881 પોઈન્ટ સાથે નંબર-1 પર છે.