ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મેચની શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહી શકે છે. ગુજરાતી જાગરણ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવીને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે મેચની મજા માણી શકશે.
ભારતીય ટીમે 1983 થી અમદાવાદમાં કુલ 14 ટેસ્ટ રમી છે. જેમાંથી ભારતે 6 ટેસ્ટ જીતી, 2 હારી અને 6 ડ્રો રહી. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં ક્યારેય ટેસ્ટ રમાઈ નથી. બંને દેશો વચ્ચે પ્રથમ મુકાબલો અહીં થશે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ હાલમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-0થી આગળ છે. ભારતે નાગપુર ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ અને 132 રનના વિશાળ અંતરથી જીતી હતી. આ પછી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં 6 વિકેટે જીત મેળવી હતી.
ભારતીય ટીમ ઈન્દોરમાં 1 માર્ચથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન સીલ કરવા પર રહેશે. WTC ફાઇનલ્સ 7 થી 11 જૂન દરમિયાન લંડનના ઓવલ ખાતે રમાશે.