TEST SERIES

ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં સ્થાન બનાવીને અશ્વિને રચ્યો ઈતિહાસ

pic- sportstiger.com

ODI અને T20 બાદ હવે ICCએ ટેસ્ટ ટીમ ઓફ ધ યરની પણ જાહેરાત કરી છે. ICC ટેસ્ટ ટીમમાં ભારતીય ટીમમાંથી બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જોકે ભારતીય ટીમનો કોઈ બેટ્સમેન ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના કેપ્ટન પેટ કમિન્સને ICC ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં પાંચ કાંગારૂ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમમાંથી કમિન્સ ઉપરાંત ટ્રેવિસ હેડ, મિશેલ સ્ટાર્ક, ઉસ્માન ખ્વાજા અને એલેક્સ કેરીનો પણ ICC ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ખ્વાજાએ ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ સદીની ઇનિંગ્સ રમી હતી. ખ્વાજાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ખ્વાજાને સતત બીજા વર્ષે ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમમાંથી રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સ્થાન મળ્યું છે. તેના સિવાય અન્ય ભારતીય છે રવિન્દ્ર જાડેજા.

અશ્વિન ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ખેલાડી છે. અશ્વિન સતત ત્રણ વર્ષથી ટેસ્ટ ટીમમાં સામેલ છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી છે. ઇંગ્લેન્ડના જો રૂટ અને સ્ટુઅર્ટ બ્રોડને ICC ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રીલંકા તરફથી કરુણારત્નેનું નામ પણ તેમાં છે પરંતુ પાકિસ્તાનના એક પણ ખેલાડીને સ્થાન મળ્યું નથી. ICCની ત્રણેય ટીમોમાં પાકિસ્તાનના એક પણ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર:

ઉસ્માન ખ્વાજા, દિમુથ કરુણારત્ને, કેન વિલિયમસન, જો રૂટ, ટ્રેવિસ હેડ, રવિન્દ્ર જાડેજા, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), રવિચંદ્રન અશ્વિન, મિશેલ સ્ટાર્ક, સ્ટુઅર્ટ બ્રોડ.

Exit mobile version