TEST SERIES

રહાણેના 58 રન બનાવવા છતાં ટીમથી બહાર થવો જોઈએ, ગૌતમ ગંભીરે જણાવ્યું આ કારણ

જોહાનિસબર્ગ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 266 રન બનાવ્યા હતા. ભારતે દક્ષિણ આફ્રિકાને 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ચોથી ઇનિંગ્સમાં હાંસલ કરવો એટલું સરળ નથી. ભારતની બીજી ઇનિંગમાં અજિંક્ય રહાણેએ સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ પૂજારા સાથે 111 રનની ભાગીદારી કરી હતી. જો કે આટલા શાનદાર યોગદાન છતાં તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાની માંગ યથાવત છે.

અજિંક્ય રહાણેની શાનદાર અડધી સદી છતાં, ગૌતમ ગંભીરનું માનવું છે કે કેપટાઉન ટેસ્ટમાં તેના સ્થાને હનુમા વિહારીને તક મળવી જોઈએ. ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, ‘અજિંક્ય રહાણેએ શાનદાર ઇનિંગ રમી છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ જો તમે ભવિષ્યના દૃષ્ટિકોણથી વિચારશો અને હનુમા વિહારીના પ્રદર્શનને પણ જુઓ તો વિહારીને તક મળવી જોઈએ.’

ગૌતમ ગંભીરે આગળ કહ્યું, ‘વિરાટ કોહલીની વાપસી બાદ હનુમા વિહારીને પડતો ન મૂકવો જોઈએ. તેણે દરેક મુશ્કેલ પ્રસંગમાં પોતાની જાતને સાબિત કર્યો છે. વિહારીએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં પણ 40 રન બનાવ્યા છે અને આવી સ્થિતિમાં વિહારીને તક મળવી જોઈએ.’

તમને જણાવી દઈએ કે જોહાનિસબર્ગ ટેસ્ટની બીજી ઈનિંગ પહેલા અજિંક્ય રહાણેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. તેની એવરેજ 20થી ઓછી છે અને તેને ડ્રોપ કરવાની સતત ચર્ચા થઈ રહી છે. ક્રિકેટ નિષ્ણાતો સતત હનુમા વિહારી અને શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓને તક આપવાની વાત કરી રહ્યા છે, પરંતુ જો ટીમ ઈન્ડિયા જોહાનિસબર્ગ ટેસ્ટ જીતી જાય તો કદાચ રહાણેને બીજી તક મળી શકે છે.

રહાણે ઉપરાંત ચેતેશ્વર પુજારા પર પણ સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ ગૌતમ ગંભીરનું માનવું છે કે ત્રીજા નંબર પર બેટ્સમેન તરીકે તેનું પ્રદર્શન સારું રહ્યું છે. પૂજારાના પ્રદર્શનની સરખામણી રહાણે સાથે ન થઈ શકે. ગંભીરે પુજારાને બીજી ટેસ્ટ શ્રેણીમાં તક આપવાની વાત કરી હતી.

Exit mobile version