TEST SERIES

રાહુલ દ્રવિડને મળ્યું વિશેષ સન્માન, આ પરંપરાને આગળ વધારતા ચોથા દિવસની રમત શરૂ કરી હતી

ભારતીય ટીમના કોચ અને દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડને સેન્ચુરિયનમાં વિશેષ સન્માન મળ્યું. તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમની પરંપરાનો એક ભાગ બન્યો હતો. દ્રવિડે ચોથા દિવસની શરૂઆત ઐતિહાસિક ગ્રાઉન્ડ બેલ વગાડીને કરી હતી.

BCCIએ સેન્ચુરિયન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેલ વગાડીને મેચની શરૂઆત કરતા રાહુલ દ્રવિડની તસવીર શેર કરી હતી. સાથે જ લખ્યું કે, ‘રાહુલ દ્રવિડ સુપરસ્પોર્ટ પાર્કની પરંપરાઓનું પાલન કરીને બેલ વગાડીને દિવસની રમતની શરૂઆત કરે છે.’

વાસ્તવમાં, આ મેદાન પર દરેક દિવસની રમત શરૂ થતાં પહેલાં ઘંટ વગાડવાની પરંપરા છે. લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ અને કોલકાતાના ઈડન ગાર્ડન્સ જેવા ઐતિહાસિક મેદાનોમાં પણ આવી જ પરંપરા અસ્તિત્વમાં છે.

મેચની વાત કરીએ તો ભારતીય ટીમની પકડ મજબૂત છે. પ્રથમ દાવમાં 327 રન બનાવ્યા બાદ ભારતીય ટીમ બીજા દાવમાં માત્ર 174 રન બનાવી શકી હતી. પરંતુ સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 197 રનનો ઢગલો કરતા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 94 રનના સ્કોર પર પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.

 

Exit mobile version