ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પાસે શુક્રવાર (3 જાન્યુઆરી) થી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં એક અનોખો રેકોર્ડ બનાવવાની તક હશે. ભારતીય સમય અનુસાર આ મેચ સવારે 5 વાગ્યે શરૂ થશે.
અત્યાર સુધીમાં જાડેજાએ ત્રણેય ફોર્મેટ સહિત 350 મેચની 409 ઇનિંગ્સમાં 597 વિકેટ ઝડપી છે. 3 વિકેટ લઈને તે 600 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો ભારતનો પાંચમો ખેલાડી બની જશે. માત્ર અનિલ કુંબલે, રવિચંદ્રન અશ્વિન, હરભજન સિંહ અને કપિલ દેવ આ સ્થાન હાંસલ કરી શક્યા છે.
જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ અને 6000 રન કરનાર બીજા ભારતીય અને વિશ્વનો છઠ્ઠો ક્રિકેટર બનશે. અત્યાર સુધી માત્ર કપિલ દેવ, શોન પોલોક, ડેનિયલ વેટોરી, શાકિબ અલ હસન અને વસીમ અકરમે આ સિદ્ધિ મેળવી છે. જાડેજાએ અત્યાર સુધીમાં 597 વિકેટ લીધી છે અને 6602 રન બનાવ્યા છે.
600 વિકેટ અને 6000 આંતરરાષ્ટ્રીય રન ધરાવતા ખેલાડીઓની યાદી:
કપિલ દેવ- 9031 રન અને 687 વિકેટ
શોન પોલે- 7386 રન અને 829 વિકેટ
ડેનિયલ વેટોરી- 6989 રન અને 705 વિકેટ
શાકિબ અલ હસન- 14721 રન અને 708 વિકેટ
વસીમ અકરમ- 6615 રન અને 916 વિકેટ