ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતના સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 2500 રન બનાવનાર અને 250 વિકેટ ઝડપનાર તે સૌથી ઝડપી ભારતીય અને વિશ્વનો બીજો ખેલાડી બન્યો.
વિશ્વના નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને તેની 250મી ટેસ્ટ વિકેટ લીધી હતી.
રવીન્દ્ર જાડેજા આ માઈલસ્ટોન સુધી પહોંચનાર ઈયાન બોથમ પછી બીજા સૌથી ઝડપી છે. જાડેજાએ પોતાની 62મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે ઈયાન બોથમ માત્ર 55 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર કપિલ દેવ, અનિલ કુંબલે અને અશ્વિન પછી પાંચમો ભારતીય બની ગયો છે.
રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં બીજા સેશન સુધી માત્ર એક જ વિકેટ લીધી હતી, પરંતુ તેણે ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો હતો. ઉસ્માન ભારત માટે ખતરો બની ગયો હતો અને પોતાની સદી તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ જાડેજાએ તેને 81ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. જાડેજાએ ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને તેની 250મી ટેસ્ટ વિકેટ પણ મેળવી હતી.
Milestone 🚨 – @imjadeja becomes the fastest Indian and second fastest in world cricket to 250 Test wickets and 2500 Test runs 🫡🫡#INDvAUS pic.twitter.com/FjpuOuFbOK
— BCCI (@BCCI) February 17, 2023