
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ ચોથી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી છે.
તેણે પ્રથમ દાવમાં પણ 137 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ડાબા હાથના બેટ્સમેનને ટ્રેવિસ હેડના સ્થાને ટીમમાં સ્થાન મળ્યું, જે કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. આ તકનો પૂરો ફાયદો ઉઠાવતા તેણે બીજી ઇનિંગમાં પણ 131 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી.
ઓગસ્ટ 2019 પછી તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઉસ્માન ખ્વાજાએ પણ એશિઝ શ્રેણીની ચોથી મેચની પ્રથમ ઇનિંગમાં 260 બોલમાં 137 રન બનાવ્યા હતા. 2019 એશિઝ શ્રેણી દરમિયાન, ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. જે બાદ ઉસ્માન ખ્વાજાએ સિડનીમાં રમાઈ રહેલી એશિઝ શ્રેણીની ચોથી મેચની બંને ઈનિંગમાં સદી ફટકારી છે.
આ પહેલા પ્રથમ દાવમાં, ઉસ્માનની સદી પૂરી થતાં જ સિડની ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર ખ્વાજાની પત્ની રશેલ મેક્લેલન અને પુત્રી આયેશા રાહિલ ખ્વાજા ઉત્સાહિત થઈ ગયા હતા. ખ્વાજાની દીકરી માત્ર દોઢ વર્ષની છે. ખ્વાજાએ આ ઇનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પણ પૂરા કર્યા હતા. તેણે 260 બોલમાં 137 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 13 ફોર ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં આઠ વિકેટે 416 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાજા સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો હતો. ખ્વાજા સિવાય સ્ટીવ સ્મિથે 67 રનની ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ખ્વાજાની આ 9મી સદી છે.
Make that TWO!
Back-to-back centuries for Usman Khawaja – and he’s made it look really easy! #Ashes pic.twitter.com/cGcDCHLjnR
— cricket.com.au (@cricketcomau) January 8, 2022
