ઋષભ પંતે એજબેસ્ટન ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરીને એક જબરદસ્ત રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ મેચની પ્રથમ ઈનિંગમાં પંતે પહેલા 111 બોલનો સામનો કરીને 146 રનની ઈનિંગ રમી હતી અને ત્યાર બાદ ફરીથી બીજી ઈનિંગમાં તેણે 86 બોલનો સામનો કર્યો હતો અને 8 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. તેની બંને ઇનિંગ્સ પછી, રિષભ પંત વિદેશી વિકેટકીપર તરીકે ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.
રિષભ પંતે એજબેસ્ટન ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં કુલ 203 રન બનાવ્યા હતા અને હવે તે વિદેશી વિકેટકીપર તરીકે ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે ઋષભ પંતે 72 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. રિષભ પંત પહેલા, ઈંગ્લેન્ડની ધરતી પર વિદેશી વિકેટકીપર તરીકે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્લાઈડ વોલકોટના નામે હતો, જેણે વર્ષ 1950માં ટેસ્ટ મેચમાં 182 રન બનાવ્યા હતા.
રિષભ પંત ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર બીજો ભારતીય વિકેટકીપર બન્યો. આ પહેલા એમએસ ધોનીએ વર્ષ 2011માં બર્મિંગહામ ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી અને પ્રથમ દાવમાં 77 રન અને બીજા દાવમાં અણનમ 74 રન બનાવ્યા હતા. આ પછી, હવે એટલે કે 11 વર્ષના, રિષભ પંતે બર્મિંગહામ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ફરીથી 146 અને 57 રન બનાવ્યા.
ભારત માટે ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના ત્રણ વિકેટ કીપર:
230 રન – બુદ્ધી કુંડેરન, ચેન્નાઈ, 1964
224 રન – એમએસ ધોની, ચેન્નાઈ, 2013
203 રન – ઋષભ પંત, એજબેસ્ટન, 2022